ઓ ગંગા તૂ, વહે છે તૂ કેમ ?

ગંગા જેટલી મોટી અને વિશાળ છે એટલી જ ભારતના લોકોને એના પર શ્રધ્ધા છે. એ પવિત્ર છે કે નથી, તેમાં નહાવા થી પુણ્ય મળે કે ના મળે એ જુદી વાત પણ હિન્દુ ધર્મ ની ગંગા પરની આસ્થા ખૂબ મજબૂત છે. શાસ્ત્રો અને કવિઓએ એના ખૂબ ગુણગાન ગાયા છે. થોડા વરસ પહેલા દેશની વિષમતાઓને કારણે દુઃખી થઈને પુર્વોત્તર ભારતના ” સાંસ્ક્રુતિક દૂત” સમાન, સુપ્રસિધ્ધ ગાયક સંગીતકાર સ્વ.ભુપેન હજારિકાએ પોતાના દુઃખી અને આક્રોશ ભર્યા અવાજે ગંગાને કેટલાક સવાલો કર્યા હતા.
( આ ગીતને ગુજરાતી કરવું હાસ્યાસ્પદ છે છતાં……………. આખરે તમારે ભુપેનદાના સ્વરમાં અસલી ગીત સાંભળવાનું જ છે. છતા પણ મૂળ હિન્દીમાં વાચવું હોય તો આ લિંક પર મળી જશે. गंगा बेहती हो क्युं ? ભુપેનદાના અવસાન સમયે એમને અંજલી આપવા એ પોસ્ટ મૂકી હતી. )
વિસ્તાર છે અપાર, પ્રજા બન્ને પાર, કરે હાહાકાર, નિઃશબ્દ સદા.
ઓ ગંગા તૂ, ઓ ગંગા તૂ, વહે છે તૂ કેમ ? ……………….
વિસ્તાર છે અપાર, પ્રજા બન્ને પાર, કરે હાહાકાર, નિઃશબ્દ સદા.
ઓ ગંગા તૂ, ઓ ગંગા તૂ, વહે છે તૂ કેમ ? …………………………
નૈતિકતા નષ્ટ થઈ, માનવતા ભ્રષ્ટ થઈ,
નિર્લજ્જ ભાવ થી, વહે છે તૂ કેમ ? ………………..
ઈતિહાસનો પોકાર, કરે હુંકાર,
ઓ ગંગાની ધાર, નિર્બળ જનને,
સબળ સંગ્રામી, સમગ્રોગ્રામી, કરતી નથી તૂ કેમ ? …………..(સમગ્ર+ ઉગ્ર)
વિસ્તાર છે અપાર, પ્રજા બન્ને પાર, કરે હાહાકાર, નિઃશબ્દ સદા.
ઓ ગંગા તૂ, ઓ ગંગા તૂ, વહે છે તૂ કેમ ?
અભણ જન, અક્ષરહીન,
અનેક જન, ખાદ્યવિહીન, નેત્રવિહીન દેખી મૌન તૂ કેમ ?……………
વિસ્તાર છે અપાર, પ્રજા બન્ને પાર, કરે હાહાકાર, નિઃશબ્દ સદા.
ઓ ગંગા તૂ, ઓ ગંગા તૂ, વહે છે તૂ કેમ ? ………………..
વ્યક્તિ રહે, વ્યક્તિ કેંદ્રિત, સકળ સમાજ, વ્યક્તિતવ રહિત,
નિષ્પ્રાણ સમાજ નથી છોડતી તૂ કેમ ? …………………………
ઈતિહાસનો પોકાર, કરે હુંકાર,
ઓ ગંગાની ધાર, નિર્બળ જનને,
સબળ સંગ્રામી, સમગ્રોગ્રામી, કરતી નથી તૂ કેમ ? …………..
વિસ્તાર છે અપાર, પ્રજા બન્ને પાર, કરે હાહાકાર, નિઃશબ્દ સદા.
ઓ ગંગા તૂ, ઓ ગંગા તૂ, વહે છે તૂ કેમ ?
તેજસ્વિની, કેમ ના રહી,
તૂ નિશ્ચય, ચેતન હીન, પ્રાણોને પ્રેરણા આપે તૂ કેમ ? ……………
ઉન્મદ અવની, કુરુક્ષેત્ર બની,
ગંગે જનની, નવભારતમાં,
ભિષ્મરૂપી, સૂત સમરજયી, જણતી નથી તૂ કેમ ? ……………..
વિસ્તાર છે અપાર, પ્રજા બન્ને પાર, કરે હાહાકાર, નિઃશબ્દ સદા.
ઓ ગંગા તૂ, ઓ ગંગા તૂ, વહે છે તૂ કેમ ? ……………………….
વિસ્તાર છે અપાર, પ્રજા બન્ને પાર, કરે હાહાકાર, નિઃશબ્દ સદા.
ઓ ગંગા તૂ, ઓ ગંગા તૂ, વહે છે તૂ કેમ ? …………………………
( ભુપેનદાના સંગીતમાં જાદુ છે. મન નિર્મળ થઈ જાય. પણ આ ગીત મનને વિષાદ થી ભરી દે છે કેમ ?……)

मेरा भी कुदरत से ऐसा ही सवाल है । भुपेनदा जैसी आत्मा को हमारे बीच से ले जाते हो क्युं ?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s