મજુરનો પત્ર ડોક્ટર પર

યુરોપમાં બ્રેખ્ટ નામના નાટ્યકાર થઈ ગયા. એમના નાટક ગુજરાતીમાં પણ ભજવાઈ ગયા છે. એમની આ એક કવિતા છે. મૂળ જર્મનીમાંથી કોકે અંગ્રેજી કરી. અંગ્રેજીમાંથી મિત્ર રવિન્દ્ર કુમારે હિન્દીમા કરી અને હવે હિન્દી માંથી ગુજરાતીમાં વાંચો.

આપણે જાણીએ છીએ આપણી બિમારીનું કારણ,

એક નાનો જ શબ્દ છે, જેને બધા જ જાણે છે,

પણ કોઇ બોલતું નથી.

જ્યારે બિમાર પડીએ, તો કહે છે કે,

ફક્ત તૂ (ડોક્ટર) અમને બચાવી શકે.

જનતાના પૈસા થી ઉભી થયેલી,

મોટી મોટી મેડિકલ કોલેજમાં,
દસ વરસ સુધી, ઘણો ખર્ચ કરી,

ડોક્ટરી વિદ્યા મેળવી છે તેં.

તો તો તૂં  અમને અવશ્ય સાજા કરી શકે.

શું ખરેખર તૂં અમને સ્વસ્થ કરી શકે ?

તારી પાસે આવીએ છીએ જ્યારે,

શરીર પર બચેલા ચિંથરા પહેરીને,

કાન લગાડી સાંભળે છે તૂં ,

અમારા ઉઘાડા શરીરનો અવાજ,

શોધે છો કારણ શરીરની અંદર,
પણ જો.

એક નજર શરીરના ચિંથરા પર નાખ,

તો એ કદાચ તને બધુ જ બતાવશે

શુંકામ ઘસાઈ જાય છે,

શરીર અને કપડા આપણા,

બસ, એક જ કારણ છે બન્નેનુ

એક નાનો જ શબ્દ છે, જેને બધા જ જાણે છે,

પણ કોઇ બોલતું નથી.

તૂ કહે છે, ખભાનો દુખાવો થાય છે,

થાક અને ઘસારા થી.

ડોકટર,

તૂ જ બતાવ, આ ઘસારો આવ્યો ક્યાંથી ?

ખૂબ જ વધુ કામ, ખૂબ જ ઓછો ખોરાક,
કમજોર અને દુર્બળ કરી દીધા છે અમને.

કાગળ ઉપર લખે છો, હજી વજન વધારો,
આ તો એમજ થયુ,

સુકાયેલા ઘાસને કહો. કે એ ખુશ રહે.

ડોક્ટર,

તારી પાસે કેટલો સમય છે, અમારી જેવા માટે ?

શું અમને ખબર નથી,

તારા ઘરની એક કાર્પેટની કિમત,

પાંચ હજાર દરદીની ફી બરાબર છે.

બેશક તૂં કહીશ, આમાં તારો કોઇ દોષ નથી.

અમારા ઘરની દિવાલ પર, લાગેલો લૂણો પણ,
આ જ વાતો કરે છે.

અમને ખબર છે અમારી બિમારીનું કારણ,

એક નાનો જ શબ્દ છે, જેને બધા જ જાણે છે,

પણ કોઇ બોલતું નથી.

એ છે “ગરીબી”.

Advertisements

9 thoughts on “મજુરનો પત્ર ડોક્ટર પર

 1. આ કવિતા નથી…મર્માંતક ચીસ છે. અનુવાદ બહુ સારો છે.”‘મઝા આવી” એમ કેમ કહું? “‘સ્પર્શી ગઈ” એમ કહેવું વધારે સાચું હશે.

 2. કવિની વાતમાં દમ છે. મોટા ભાગની બિમારીઓ ગરીબાઈને કારણે છે. પૈસાની ગરીબાઈની જ વાત નથી. પૂરી થએલી ઈ્ચ્છાઓ અને અપૂર્ણ ઈચ્છાઓ વચ્ચેનો ગાળો પણ ગરીબાઈ જેટલી પીડા આપે છે. અને આ પીડાઓ જ રોગ પેદા કરતા હશે.

 3. શરીર પર બચેલા ચિંથરા પહેરીને, કાન લગાડી સાંભળે છે તૂં , અમારા ઉઘાડા શરીરનો અવાજ,

  કાગળ ઉપર લખે છો, હજી વજન વધારો, આ તો એમજ થયુ, સુકાયેલા ઘાસને કહો. કે એ ખુશ રહે.

  દરદી, દરદ અને દાક્તરની ત્રિવેણીમાં જે નથી દેખાતું તે તત્ત્વ કવિએ બતાવી દીધું. ગરીબી બે પ્રકારના માનવીની વચ્ચે કેવી રમત રમે છે ! એક એનાથી ‘મરે’ છે ને બીજો એનાથી ‘રમે’ છે !!

  • સાહેબ સ્વાગત છે તમારૂ
   —એક એનાથી ‘મરે’ છે ને બીજો એનાથી ‘રમે’ છે !!— આ જ સનાતન સત્ય છે. મનુવાદ આના પર આધારિત હતો. આજનો, અમિર ગરીબ વાળો નવો મનુવાદ પણ આના પર જ આધારિત છે. જગત નુ કોઇ કોઇ પણ અર્થ તંત્ર આના વગર ચાલી જ ન શકે. સામ્યવાદે આના થી દૂર જાવાની કોશીશ કરી જોઈ. પણ પાછા આમા જ આવવુ પડ્યુ.

 4. તમારા બ્લૉગને ફોલો કરીને એવાં જ બીજાં તત્ત્વો પામવા મથીશ.

 5. કાવ્યાનુવાદ સરસ છે.હૃદય સ્પર્શી છે,

  ગરીબીનું દર્દ બરાબર કાવ્યમાં ઝીલાયું છે.અભિનંદન.

  આપના બ્લોગની મુલાકાત લઈને આનંદ થયો.

 6. આજે ફરીવાર કવિતા વાંચી. જમીન પર રહી જીવવા માટે દિલ દુઃખાડતા રહેવામાં મજા છે !

  • નમસ્કાર જીતુભાઈ, તમારુ સ્વાગત છે.
   જમીન પર રહી જીવવા માટે દિલ દુઃખાડતા રહેવામાં મજા છે !—
   તમારી વાત બિલકુલ સાચી છે.
   મળતા રહેજો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s